વાંકાનેર : ઘીયાવાડ પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની ઘીયાવાડ પ્રાથમિક શાળામાં મારવાડી કોલેજ, રાજકોટ દ્વારા ‘એજ્યુકેશનલ સર્વે કમ વિઝીટ ઓફ સ્કૂલ એન્ડ વિલેજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારવાડીના પ્રાધ્યાપકો દ્વારા અલગ અલગ વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી-જુના કણકોટ, તાલુકો-વાંકાનેરમાં મારવાડી કોલેજ, રાજકોટના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ચેતનસિંહ વાઘેલા અને પ્રોફેસર લાડવા દ્વારા ‘એજ્યુકેશનલ સર્વે કમ વિઝીટ ઓફ સ્કૂલ એન્ડ વિલેજ’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને ‘અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ’ અંતર્ગત સાંપ્રત સમયમાં વિજ્ઞાનનું મહત્વ શિક્ષક વિજયભાઈ, દિનેશભાઈ અને રવજીભાઈએ પ્રયોગો અને વિડીયો નિદર્શન દ્વારા સમજાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલારૂપે ‘પૉક્સો એક્ટ-2012’ તથા ‘ગુડ એન્ડ બેડ ટચ’ વિશે વિડિયો અને ચર્ચા દ્વારા બાળસહજ ભાષામાં સમજૂતી શિક્ષક નમ્રતાબા અને મીરલબેને આપી હતી, તેમ શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text