પ્રજ્ઞાચક્ષુ પુનર્વસનસેવા કેન્દ્રની મુલાકાત લેતું ઇન્ડિયન લાયોનેસ કલબ

- text


મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ, મોરબીના બહેનોએ પ્રજ્ઞા ચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રમુખ પ્રિતીબેન દેસાઈ, સેક્રેટરી મયુરિબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી, જયોતિબેન વિહલપરા, પુનમબેન હિરાણી, જયશ્રીબેન વોરા અને નયનાબેનની આગેવાનીમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોનો ઉત્સાહ અને ઉમંગ વધારવાનો અનેરો પ્રયાસ કરવા માં આવ્યો હતો.

- text

કલબ દ્વારા સંસ્થાની સમગ્રતયા મુલાકાત દરમ્યાન સંસ્થા સંચાલક પાસેથી સંસ્થાની તમામ જાણકારી મેળવવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુઓના મનોરંજન માટે ઇન્ડિયન લાયોનેસ કલબ વતી જાણીતા હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડયા દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવ્યો હતો. ઇન્ડિયન લાયોનેસ કલબના આ અનેરા પ્રયાસથી પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોના મુખ પર અનેરું સ્મિત મલકી ઉઠ્યું હતું. ક્લબના તમામ મેમ્બરો સંસ્થાની પ્રવૃત્તિ જોઈને તેમજ નેત્રહીનોની દિનચર્યા અને કાર્ય શૈલીથી ખૂબ પ્રભાવિત થયાં હતા. નેત્રહીનો દ્વારા ચાલતા ઓરકેસ્ટ્રાની પ્રસ્તુતિથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બ્રેઈલ લેખન-વાંચન, ચેસ, પ્લેઇન કાર્ડ, લુડો, સાપસીડી, ક્રિકેટ, જેવી વિવિધ રમતો રમતા જોઈ ક્લબના તમામ મેમ્બરોએ પ્રજ્ઞાચક્ષુઓને બિરદાવ્યા હતા. ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ દ્વારા સંસ્થાને તમામ પ્રકારની મદદ કરવાની ક્લબ તરફથી ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિશોરસિંહજી જાડેજાની ઉપસ્થિતી પ્રજ્ઞાચક્ષુઓના ઉત્સાહમાં વધારો કરી ગઈ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text