મોરબી : સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગૌશાળા રોડ, મોરબી ખાતે 29મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 209 વિદ્યાથીઓને શૈક્ષણિક કીટ રૂપે ભાગપેટ્ટી, નોટબુકો વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા. 45 વિદ્યાર્થીઓ, જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ, તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ યુવક મંડળ તરફથી 2500 રોકડ પુરસ્કાર આપવમાં આવ્યો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે ડે.કલેકટર અનીલ કે.ગોસ્વામી, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મહંત શાંતિગીરી બાપુ, ભરતભાઇ જારીયા નગરપાલિકા સદસ્ય, ડો.જયદિપપુરી એમ.ગોસાઇ સિવિલ હોસ્પીટલ વાંકાનેર, ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિમલેશભાઇ ગોસ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

- text

વિદ્યાર્થી સન્માન સમારોહના આયોજક ગોસ્વામી સમાજ કારોબારી મંડળના પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ હસંગીરીભાઇ ગોસ્વામીના મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમા વિજયગીરી ગોસાઇએ આભારવિતિ વ્યક્ત કરી હતી. આ તકે બહોળી સંખ્યામાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text