મોરબીના સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ મહામંત્રી બે દિવસના રીમાન્ડ પર

- text


મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ કરી હતી.બાદ પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં તેમની સંડોવણી અંગે વિશેષ પૂછપરછ માટે આ આરોપીને કોર્ટમાં રીમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા રૂ.20 કરોડના કૌભાંડના અત્યાર સુધીમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી છે અને જે તે સમયે પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં અનેક મોટા માથાઓની ધરપકડ કરી હતી.ત્યારે ગઈકાલે આ સિંચાઈ કૌભાંડની તપાસ કરી રહેલી એ ડિવિઝન પોલીસે હાલ હળવદના માનસર ગામે રહેતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરી હતી.જેમાં તેમણે જે તે સમયે સિંચાઈ કૌભાંડને લગતી બે વિરોધાભાસ રજુઆત ઉચ્ચકક્ષાએ કરી હતી. પહેલી વખતની રજુઆતમાં તેમણે નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું અને બીજી વખતની રજુઆતમાં બધું જ ઓકે હોવાનું જણાવ્યું હતું.આથી આ બાબતે તેમની ગઈકાલે ધરપકડ કરાયા બાદ પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે જિલ્લા ભાજપ મહામંત્રીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

- text