મોરબી : મેઘરાજાની મહેર માટે ઠેર ઠેર રામધૂનો યોજાઈ

- text


મોરબી : મોરબીમાં આ વર્ષે વરસાદ ન આવતા ઠેર ઠેર રામધૂનોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લોકો મેઘરાજાને રીઝવવા માટે લોકો પ્રયત્નો કરી રહ્યા છે.

- text

મોરબીમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ન આવતા લોકો અને પશુ પક્ષીઓ ગરમીથી ત્રસ્ત છે. પણ વરસાદ હજુ રિસાઈને બેઠો છે. પશુ પક્ષીઓ, શહેરવાસીઓ અને ખેડૂતો ચાતકડોળે મેઘરાજાની સવારીની રાહ જોઈ રહ્યાં છે. મોરબીમાં મેઘરાજાને રીઝવવા ઠેર ઠેર રામધૂનો યોજાઈ રહી છે. ટંકારાના જબલપુરના લોકો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પટેલ પાન મિત્ર મંડળ, બોની પાર્ક, રવાપર રોડ દ્વારા વરસાદ માટે રામધૂન અને સાથે સાથે કુતરાઓ માટે લાડવાનું આયોજન પણ થયુ હતુ. ઉપરાંત મોરબીના સ્લેપ રોડ સ્થિત પટેલનગરના લવ એપાર્ટમેન્ટ માં પણ મેઘરાજાને મનાવવા માટે રામધૂન યોજાઈ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text