મોરબી : રોટરી કલબના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

- text


મોરબી : રોટરી કલબના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ મોરબીની દશા શ્રીમાળી જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો, જેમાં રોટરી કલબના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરી સભ્યો વગેરેએ શપથ લીધા હતા. મોરબીની દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીમાં રોટરી કલબના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથગ્રહણ સમારોહમાં પ્રમુખ રૂપેશ પરમાર, સેક્રેટરી અબ્બાસ લાકડાવાલા, ખજાનચી હરીશભાઈ શેઠ, આઈપીપી રસેશ મહેતા તથા અન્ય બધા હોદ્દેદારોએ શપથ લીધા હતા. આ સમારોહમાં પ્રમુખ રૂપેશ પરમારે ‘રોટરી’ના કાર્યોને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, રૂપેશ પરમાર શરૂઆતથી જ પુસ્તક પરબ સાથે જોડાયેલા છે. તેઓ હંમેશા સામાજિક કાર્યો અને સેવા કાર્યો માટે આગળ હોય છે, સાથે સાથે તેઓ એક સારા કવિ પણ છે અને ઘણા બધા એવોર્ડ પણ તેઓએ મેળવ્યા છે. તેઓ ‘પોકેટ’ ગીતાજી જેવા રચનાત્મક કાર્યો કરવાનો પણ શોખ ધરાવે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text