મોરબીમાં જુના ઝઘડા મામલે પશુ ડોકટર પર છરીથી હુમલો

- text


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા પશુ ડોકટર પર જુના ઝઘડાનો ખાર રાખીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક શખ્સે છરીથી હુમલો કરીને સામાન્ય ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-12માં રહેતા અને પશુ ડોકટરનો વ્યવસાય કરતા મહેમુદભાઈ હમીરભાઈ દોઢીયા ઉ.વ.34એ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સાજીદભાઈ અબ્દુલભાઇ દોઢીયા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.4ના રોજ આરોપી તેમના ઘરે આવ્યો હતો અને તેમની સાથે થયેલી જૂની માથાકુટનો ખાર રાખીને આરોપીએ પશુ ડોકટરના ખંભા ઉપર છરી વડે છરકો કરીને સામાન્ય ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પશુ ડોક્ટરે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text