મોરબી : ફેકટરીમાં 500 વૃક્ષો વાવી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જતનનો સંકલ્પ

- text


મોરબી : આ વર્ષે મોરબી શહેર સહિતના આજુબાજુના વિસ્તારોમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પરંતુ વરસાદ ખેંચાતા વૃક્ષ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે જે લોકો પાસે વવાયેલા રોપાઓની જાળવણી કરવાની બધી જ અનુકૂળતાઓ છે. તેઓ પાણી પાઈને પણ રોપાઓનું જતન, માવજત કરી રહ્યા છે.

- text

ત્યારે બેલા-સાદુળકા રોડ ઉપર એડમીન વિટ્રીફાઈ સામે આવેલી આદર્શ મિનરલ્સ ફેકટરીના પરિસરમાં લીમડો, ફૂલ રાવણા, કોનોકારપસ સહિતના 500 વૃક્ષોના રોપાઓ વાવવાંમાં આવ્યા છે. આ તમામ રોપાઓને નિયમિત અને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે એ માટે ટપક સિંચાઈ એટલે કે ડ્રિપઇરિગેશનની પદ્ધતિ વડે સૌરક્ષણ આપવામાં આવ્યું છે. જેથી વવાયેલા માંથી એક પણ રોપો પાણીના વાંકે કરમાય નહિ. આ પદ્ધતિ શરૂઆતમાં થોડી મહેનત માંગી લેતી અને પ્રમાણમાં ખર્ચાળ છે. પણ ઓછા પાણીએ નિયમિત પિયત માટે બાગાયતી પાકો માટે તેનો વ્યાપક ઉપીયોગ થાય છે. જ્યારે “આદર્શ મિનરલ” દ્વારા કોઈ દેખીતો વ્યવસાયિક ફાયદો ન હોવા છતાં માત્ર વૃક્ષો વાવવાના નેક અભિયાન અંતર્ગત એક દિશા સૂચક “આદર્શ” નિર્મિત કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text