મોરબી જિલ્લામાં શિક્ષકોનો વિકલ્પ કેમ્પ સંપન્ન

- text


મોરબી : દર વર્ષે નિમ્ન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને લાયકાત ધરાવતા શિક્ષકોને ધોરણ 6 થી 8માં જવા માટે વિકલ્પ કેમ્પ યોજાય છે. આ વિકલ્પ કેમ્પ મોરબીના હન્ટર ટ્રેનિંગ હોસ્ટેલના પ્રાર્થના હોલમાં સંપન્ન થયો હતો.

- text

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ આઠનો સમાવેશ પ્રાથમિકમાં થયો, ત્યારથી દર વર્ષે નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 માં ફરજ બજાવતા અને લાયકાત ધરાવતા શિક્ષકોને ધોરણ 6 થી 8માં જવા માટેના વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ હન્ટર ટ્રેનિંગ કોલેજ હોસ્ટેલના પ્રાર્થના હોલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ, કે જેઓ વહીવટી નિષ્ણાંત, ત્વરિત કામ કરનારા અને શિક્ષકોના વહીવટી પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ ધરાવતા ડીપીઈઓની અધ્યક્ષતામાં વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલા શિક્ષકો એ સામાજિક વિજ્ઞાનનો વિકલ્પ સ્વીકાર્યો અને 5 પાંચ શિક્ષકોએ ભાષાનો વિકલ્પ સ્વીકારી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ સ્વીકારી છે, કુલ 21 શિક્ષકો પૈકી 2 બે શિક્ષકો કેમ્પમાં હાજર ન રહેતા કુલ 19 શિક્ષકોને ઘનશ્યામભાઈ દેથરીયા, દિનેશભાઈ હુંબલ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ઓફીસ સ્ટાફના વરદ હસ્તે સ્થળ પર જ હુકમ આપીને સમ્પૂર્ણ પારદર્શક રીતે કેમ્પની કાર્યવાહી પૂર્ણ કરેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text