મોરબી : વિકાસ વિદ્યાલયમાં રીધમ ગ્રુપ દ્વારા નવ દિવસીય સમર કેમ્પ યોજાયો

- text


નવ દિવસના અંતે પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું

મોરબી : મોરબીની યુનિક સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા કાર્યરત રીધમ ગ્રુપ દ્વારા મોરબીના વિકાસ વિદ્યાલયમાં વિદ્યાલયના આચાર્ય નિમાવતભાઈ અને સ્ટાફના અનુરોધથી વિદ્યાલયમાં રહેતી 110 જેટલી બાળાઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની યુનિક સ્કૂલના શિક્ષકો પાર્થ, મોહિત, દેવલ, હેતલ, વિભૂતિ, ધર્મેન્દ્ર તથા આચાર્યડોક્ટર અમિત પટેલ દ્વારા ચલાવવામાં આવતા રીધમ ગ્રુપ દ્વારા મોરબીના વિકાસ વિદ્યાલયના આચાર્ય નિમાવતભાઈ અને સ્ટાફના અનુરોધથી વિકાસ વિદ્યાલયમાં રહેતી 110 જેટલી બાળાઓ માટે નવ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ પોતાના રેગ્યુલર કામ સિવાયના સમયની અંદર શ્રમદાન અને અર્થદાન કરી ઘણી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ સમર કેમ્પમાં બાળાઓને વિવિધ જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ જેમ કે, અગ્નિ વગર નું ભોજન, ચિત્રકલા, ડેકોરેશન, નૃત્ય, સંગીત, વક્તૃત્વ અને વિવિધ ભાષાઓમાં પ્રાર્થના જેવી રસપ્રદ કલાઓ શીખવાડવામાં આવી હતી અને કેમ્પના છેલ્લા દિવસે તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

- text

પ્રદર્શનમાં એમનાં દ્રશ્ય, ચિત્રકામનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યો હતું જેમાં બાળાઓના હૃદયસ્પર્શી વક્તૃત્વ સાંભળવા મળ્યું હતું. ઇશ્ક્બાઝ દ્વારા પ્રસ્તુત નૃત્ય મનોહર પ્રાર્થના સુંદર મજાના ડેકોરેશન જોવા મળ્યું હતું. અંતે આ બાળાઓએ અશ્રુભીની આંખે ગ્રુપના સભ્યોને વિદાય આપી અને પોતાની અંદર રહેલી કળાને વિકસાવવા માટે ફરીવાર રીધમ ગ્રુપ ને આવા આયોજન કરવા માટે અનુરોધ કરવા આગ્રહ કર્યો હતો. રીધમ ગ્રુપે ફરી વાર એમના માટે સ્પોર્ટ્સનો આવો કાર્યક્રમ ગોઠવવા માટે વચન આપ્યું અને આચાર્ય નીમાવતભાઈએ પણ આ વખતે બાળકો માટે સ્પેશિયલ એન્યુઅલ ફંકશન ગોઠવશે અને એ માટે પાછી રીધમ ગ્રુપની મદદ લેશે એવું વચન આપ્યું હતું. આવા કાર્યો અંતે આત્મસંતોષ ની અનુભૂતિ કરાવે છે, એવો સંદેશ રીધમ ગ્રુપ સમાજને આપવા ઈચ્છે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text