મોરબી અને ટંકારામાં પશુઓના નિભાવ માટે ઘાસચારો આપવાની માંગ

- text


જીલ્લા પંચાયત પ્રમુખે રાજ્યના રાહત નિયામકને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં ગતવર્ષે નહિવત જેવો વરસાદ પડ્યો હતો.બાદમાં સરકારે મોરબી જિલ્લાના ત્રણ તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કર્યા હતા. પણ બે તાલુકા મોરબી અને ટંકારા બાકાત રહી જતા હાલ ઘાસચારાની તંગી ઉભી થતા આ બન્ને તાલુકાઓના પાંજરાપોળ અને પશુપાલકોના પશુઓનો નિભાવ કરવા માટે ઘાસચારો ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખે રાજ્યના રાહત નિયામકને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના રાહત નિયામકને રજુઆત કરી હતી કે, મોરબી જીલ્લામાં ગયા વર્ષે અપૂરતો વરસાદ પડ્યો હતો.ખુબજ ઓછા પ્રમાણમાં વરસાદ થવાથી રાજ્ય સરકારે ઘણા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.ત્યારે મોરબી જિલ્લાના માળીયા, હળવદ અને વાંકાનેરને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબી અને ટંકારા તાલુકાને અછત ગ્રસ્તમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ તાલુકાઓમાં પણ ગત વર્ષે ઓછો વરસાદ પડ્યો હતો. પણ અછત ગ્રસ્ત જાહેર ન કરતા પશુધનની કફોડી હાલત થઈ ગઈ છે.જ્યારે હજુ વરસાદ પડવાની વાર લાગે એવું છે.તેથી પશુધનને હાલાકી ન પડે તે માટે ખાસ કિસ્સામાં ટંકારા અને મોરબી તાલુકામાં પાંજરાપોળ અને માલધારીઓને પશુઓના નિભાવ માટે ઘાસચારો આપવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text