મોરબી તાલુકાની પ્રા. શાળાઓમાં 157 સ્કૂલબેગનું વિતરણ

- text


મોરબી : મોરબી તાલુકાની ચાર પ્રાથમીક શાળાઓના બાળકોને સામાજિક આગેવાન દ્વારા 157 જેટલી સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તમામ શાળાઓના સ્ટાફે દાતાનો આભાર માની આ પ્રેરણાદાયી કાર્યને વધાવ્યું હતું.

- text

મોરબી તાલુકાની માધાપરવાડી કન્યા શાળામાં 45, બોરીયાપાટી પ્રા. શાળામાં 37, સભારા વાડી પ્રા. શાળામાં 20, બુટવાડી શાળામાં 5 એમ કુલ 157 જેટલા વિદ્યાર્થીઓને ભુરજીભાઈ દયારામભાઈ પરમાર બુટાવાડીવાળા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક વસ્તુ મળવાથી આ વેળાએ વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. આ તકે શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાએ દાતાની દિલેરીને હ્ર્દયપૂર્વક વધાવી હતી. સમગ્ર શાળા પરિવાર તરફથી દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધીરજલાલ શામજીભાઈ પરમાર,કાળુભાઇ પરમાર, જયેશભાઈ અગ્રાવત, દિપકભાઈ બાવરવા તેમજ શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text