મોરબી : જીએસટી એન્યુઅલ રિપોર્ટ અને ઓડિટની મુદત 30 ઓગસ્ટ સુધી વધારાઇ

- text


ચાર્ટર્ડ એકાઉટન્ટ, એડવોકેટ, જીએસટી કન્સલ્ટન્ટ તેમજ વેપારીઓને મોટી રાહત

મોરબી : ન્યુ દિલ્હી ખાતે 35મી જીએસટી કાઉન્સિલ મળી હતી. જીએસટી એન્યુઅલ રિટર્ન અને જીએસટી ઓડિટ FORM 9/9A,9C ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી તે વધારીને 30 ઓગસ્ટ કરી દીધી છે. જેથી હવે મોરબી શહેરના ચાર્ટર્ડ એકાઉટન્ટ, એડવોકેટ, જીએસટી કન્સલ્ટન્ટ તેમજ વ્યાપારી લોકોને રાહત મળી છે.

- text

જીએસટી એન્યુઅલ રિટર્ન અને જીએસટી ઓડિટ અત્યાર સુધી 10% ભરાયા હતા . જીએસટી એન્યુઅલ રિટર્ન વેટ અને એક્સાઇઝ એક્ટ કરતાં થોડુક આંટી ઘૂટી વાળું છે. જેને સમજવામાં જીએસટી કન્સલ્ટન્ટને પણ તકલીફ પડતી હતી.જેથી સમય મર્યાદા વધારતા જીએસટી કન્સલ્ટન્ટને તૈયારી કરવામાં સમય મળશે. જીએસટી કાઉન્સિલનું આ પગલું વ્યાપારી માટે આવકાર્ય છે.

- text