મોરબી નજીક હિટ એન્ડ રન : યુવાનનું મોત

- text


અજાણ્યા વાહને હડફેટે લેતા કામની શોધમાં આવેલા પરપ્રાંતીય યુવાને જીવ ગુમાવ્યો

મોરબી : મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતીય યુવાનનું મોત થયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના ટીંબડી નજીક ઓએસીસ સિરામિકમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ઓમ પ્રકાશ સિદ્ધનાથસિંહ ચોડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના મોટા બાપુનો દીકરો દિનેશ નગજીરામ ચોડીયા (ઉ.વ.૨૭) ગત રાત્રીના કારખાના પાસેથી પસાર થતો હોય ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે તેનું મોત થયું છે મૃતક યુવાન તેના વતનમાંથી મજુરી કામની શોધમાં મોરબી આવ્યો હતો અને રાત્રીના અકસ્માતમાં મોત થતા તેનું મોત થયું છે. આ મામલે હાલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

- text