ઇમરજન્સી સિવાયના કેસો માટે મોરબીની તમામ હોસ્પિટલમાં આજે હડતાળ

- text


મોરબી જિલ્લાના તમામ ડોકટરોની એક દિવસીય હડતાલ

મોરબી : પશ્ચિમ બંગાળમાં દર્દીના પરિજનો દ્વારા ડોકટર પર થયેલા હુમલાના વિરોધના દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યાં સુધી ડોકટરોની 6 માંગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી પ.બંગાળના ડોકટરો પાછલા અઠવાડિયાથી હડતાળ પર છે. આ હડતાળને ટેકો આપવા આજે 17મી જુનને સોમવારે ભારતના તમામ ડોકટરોએ એક દિવસીય હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ સંદર્ભે આજે મોરબીની તમામ હોસ્પિટલના ડોકટરો કાર્યવાહીથી અગળા રહેશે. આથી ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સુવિધાઓ આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે.

આઈ.એમ.એ તથા બી.એ.એમ.એસ મેડિકલ ગ્રુપ મોરબીના તમામ ડોકટરોએ પશ્ચિમ બંગાળના બનાવને લઈને આપવામાં આવેલી ડોકટરોની દેશ વ્યાપી હળતાલને ટેકો જાહેર કરી આજે આખો દિવસ ઇમરજન્સી સિવાયની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કરતા મોરબીમાં દર્દીઓની પરેશાનીમાં વધારો થયો છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. બપોરે મોરબીના આઈ.એમ.એના ડોકટરોની એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આગળની રણનીતિ અને પ.બંગાળ જેવા બનાવોનું ગુજરાત, મોરબીમાં પુનરાવર્તન ન થાય એ માટે લેવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનો દ્વારા ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ પર હુમલાના બનાવો વારંવાર સામે આવતા રહે છે ત્યારે કેન્દ્ર સરકારે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને ડોકટરોની સુરક્ષા માટે ખાસ કડક કાયદો બનાવવાના સંકેત આપ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text