મોરબી : વાવાઝોડાના પગલે આશ્રય સ્થાનો અને ઇમરજન્સી નંબરો જાહેર કરતું તંત્ર

- text


 

આશ્રય સ્થાનોમા તમામ વ્યવસ્થા કરવાની તાલુકા શિક્ષણાધિકારીઓને સૂચના : શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફને મુખ્ય મથક ન છોડવાનો આદેશ

મોરબી : સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના આશ્રયસ્થાનો તેમજ ઇમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આશ્રય સ્થાનો ઉપર પૂરતી વ્યવસ્થા ગોઠવવા તાલુકા શિક્ષણાધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફને મુખ્ય મથક ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ આધિકારી મયુર પારેખ દ્વારા વાયુ ચક્રવાતી વાવાઝોડા અન્વયે સાવચેતી રાખવા દરેક તાલુકા શિક્ષણાધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જેમાં તાલુકાઓની દરેક શૈક્ષણીક સંસ્થાઓમાં સ્ટાફને મુખ્ય મથક ન છોડવા દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા જિલ્લાભરમાં આશ્રય સ્થાનો જાહેર કરવામાં આવ્યા છે. તે આશ્રય સ્થાનોમાં ભોજન, પીવાનું પાણી, લાઈટ અને પાથરણા સહિતની વ્યવસ્થા કરી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા આશ્રય સ્થાનો આ મુજબ તાલુકા વાઇઝ જાહેર કરવામાં આવ્યા છે.

- text

  • માળિયા તાલુકો : મોટી દહીંસરા પ્રા. શાળા, નાની બરાર પ્રા. શાળા, માળિયા પ્રા. શાળા, સરવડ પ્રા. શાળા, પીપળીયા ચાર રસ્તા પ્રા. શાળા, નવલખી પ્રા. શાળા, વર્ષામેડી પ્રા. શાળા, બોડકી પ્રા. શાળા, જાજાસર પ્રા. શાળા, દેવગઢ પ્રા. શાળા, હરિપર પ્રા. શાળા, કાજરડા પ્રા. શાળા, નવા હંજીયાસર પ્રા. શાળા, જુના હંજીયાસર પ્રા. શાળા, બગાસરા પ્રા. શાળા, ભાવપર પ્રા. શાળા, ચમનપર પ્રા. શાળા, લક્ષ્મીવાસ પ્રા. શાળા, ખીરસરા પ્રા. શાળા, વવાણીયા પ્રા. શાળા
  • હળવદ તાલુકો : ટિકરમા પ્રા. શાળા નંબર-૧, ૨, ૩, ૪ તથા આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, જૈન દેરાસર, માનગઢમા પ્રા. શાળા, અજિતગઢમા પ્રા. શાળા નંબર ૧, ૨, ૩, ૪ અને જૂની સ્કૂલ, ખોળમાં પ્રા. શાળા નંબર ૧, ૨, ૩, અને કોમ્યુનિટી હોલ
  • વાંકાનેર તાલુકો : ધમલપર પ્રા. શાળા, ઢુંવા પ્રા. શાળા- કોમ્યુનિટી હોલ- ગ્રામ પંચાયત, ગારીયા પ્રા. શાળા, હોલમઢ પ્રા. શાળા, જાલસીલા પ્રા. શાળા, કેરાળા પ્રા. શાળા, લુણસરિયા પ્રા. શાળા- કોમ્યુનિટી હોલ, મહિકા પ્રા. શાળા, પંચાસર પ્રા. શાળા- ગ્રામ પંચાયત, પંચાસિયા પ્રા. શાળા- ગ્રામ પંચાયત, રાણેકપર પ્રા. શાળા, રસિકગઢ પ્રા. શાળા, રાતીદેવડી પ્રા. શાળા- ગ્રામ પંચાયત, શોભલા પ્રા. શાળા, વઘાસિયા પ્રા. શાળા, વાંકીયા પ્રા. શાળા તેમજ વાંકાનેર શહેરમાં પ્રા. શાળા, વેદમાતા ગાયત્રી મંદિર, લોહાણા ભોજન શાળા, બ્રાહ્મણ ભોજન શાળા, દોશી કોલેજ, ગર્લ્સ હાઈસ્કૂલ, ઇ.બી.બી. મોડેલ સ્કૂલ
  • મોરબી તાલુકો : ઝીંઝુડા પ્રા. શાળા, ઉટબેટ શામપર પ્રા. શાળા, રામપર પાડાબેકર પ્રા. શાળા, સોલંકીનગર પ્રા. શાળા

ઇમરજન્સી નંબર

પીજીવીસીએલ 02822 242025
સરકારી હોસ્પિટલ 02822 230538
ફાયર બ્રિગેડ 02822 230050
મામલતદાર કચેરી 02822 242418
કલેકટર કચેરી 02822 240701
એસપી કચેરી 02822 243478
મોરબી એ ડિવિઝન 02822 230188
મોરબી બી ડિવિઝન 02822 242651
મોરબી તાલુકા પો. સ્ટેશન 02822 242592
વાંકાનેર સીટી પો. સ્ટેશન 02828 220556
વાંકાનેર તાલુકા પો. સ્ટેશન 02828 220665
માળિયા પોલીસ સ્ટેશન 02829 266733
ટંકારા તાલુકા પો. સ્ટેશન 02822 287733
હળવદ પોલીસ સ્ટેશન 74339 75944

- text