થેલેસિમિયાના દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન થયું

- text


દરેક રક્તદાતાને દફ્તરી પરિવાર તરફથી 50 હજાર રૂપિયાની વાર્ષિક અકસ્માત વીમા પોલીસી ભેટ અપાઈ

મોરબી : સ્વ કાર્તિકભાઈ વિક્રમભાઈ દફ્તરીના સ્મરણાર્થે થેલેસીમિયાના દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરી થેલીસીમિયા ગ્રસ્ત બાળકોની જિંદગી બચાવવામાં એમનું યોગદાન આપ્યું હતું.

તારીખ 09/06/2019ને રવિવારે સવારે 09:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી શનાળા રોડ સ્થિત સ્કાય મોલમાં આયોજિત થયેલા આ મહા રક્તદાન કેમ્પમાં કુલ 253 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલ અમૂલ્ય રક્ત થેલેસીમિયાથી ગ્રસિત બાળકોને આપવામાં આવશે.

લાયન્સ કલબ ઓફ મોરબી, નજરબાગ તેમજ જૈન સોશિયલ ગ્રુપ મોરબીના સૌજન્યથી આયોજિત આ મહા રક્તદાન કેમ્પમાં અતિથિ વિશેષ પી.એમ.જે.એફ લાયન ચંદ્રકાંતભાઈ દફ્તરી તથા જૈન સોશિયલ ગ્રુપ રિજીયનના ચેરમેન મનીષભાઈ દોશી (ચેરમેન મેડિકલ કેમ્પ), જે.એસ.જી.આઈ.એફ ભવિકભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા વધુને વધુ માત્રામાં જાહેર જનતા આ રકતદાન કેમ્પમાં ભાગ લ્યે એ માટે અપીલ કરવામાં આવી હતી.

- text

ઉલકેખનિય છે કે આ કેમ્પમાં રક્તદાતાઓને રૂપિયા 50000ની વાર્ષિક અકસ્માત વીમા પોલિસી ભેટ આપવામા આવી હતી. આ વીમા પોલિસી રોડ અકસ્માત, વાહન અકસ્માત, અકસ્માતે પાણીમાં ડૂબી જવું, ગંભીર રીતે દાઝી જવું, પુર કે હોનારતમાં આકસ્મિક મૃત્યુ થવું જેવા કિસ્સાઓમાં વિમાની રકમ મળવા પાત્ર હોય છે. અશ્વિનભાઈ દફ્તરી (મો.નં. 9374817231), વિક્રમભાઈ દફ્તરી , ડેનિશ દફ્તરી, તુષારભાઈ દફ્તરી તથા જીતેન્દ્ર સંઘવી શીતનાઓએ આ કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text