મોરબીમાં મોબાઈલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 30 હજારની રોકડ અને 10 મોબાઇલની ચોરી

- text


પોલીસે બનાવની નોંધ કરી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી

મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ મોબાઈલ શોપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ મોબાઈલ શોપમાંથી અંદાજે રૂ.30 હજારની રોડક રકમ તથા 10 કિંમતી મોબાઈલ અને એસેસરીઝનો મુદામાલ ચોરી કરી ગયા હતા.

- text

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ માતેશ્વરી મોબાઇલની દુકાનમાં ગતરાત્રે ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં તસ્કરો ગતરાત્રે આ મોબાઇલની દુકાનનું ઉપરનું પતરું તોડીને અંદર ખબકયા હતા.તસ્કરો આ મોબાઇલની દુકાનમાંથી આશરે રૂ.29430 હજારની રોડક રકમ તથા 10 કિંમતી મોબાઈલ અને એસેસરીઝનો મુદામાલ ચોરી કરી ગયા હતા.આજે સવારે નિત્યક્રમ મુજબ દુકાન માલિક પોતાની દુકાને આવ્યા ત્યારે તેમને પોતાની મોબાઈલ શોપમાં ચોરી થયાની ખબર પડતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસે દુકાન માલિકની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જુના ધુંટુ રોડ ઉપર એક મોબાઈલ શોપમાં ચોરી થતા આસપાસના લોકોમાં ફફળાટ મચી ગયો છે. સ્થાનિક રહીશોએ ચોરીના બનાવો અટકાવવા પોલીસનું નાઈટ કોમ્બિગ વધારવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text