મોરબીના આમરણથી માણેકવાડા સુધીનો રોડ ખખડધજ : વાહન ચાલકો ત્રસ્ત

- text


સ્થાનિક રહીશોએ કલેકટરને આવેદન આપી અકસ્માતનું જોખમ ટાળવા ડબલ પટ્ટીનો નવો માર્ગ બનાવવાની માંગ કરી

મોરબી : મોરબીના આમરણથી માણેકવાડા સુધીનો રોડ ખખડધજ થઈ ગયો છે.રોડની આ ખરાબ સ્થિતિને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.તેથી સ્થાનિક રહીશોએ કલેકટરને આવેદન આપી અકસ્માતનું જોખમ ટાળવા આ માર્ગને ડબલ પટ્ટીનો નવો બનાવવની માંગ કરી છે.

મોરબીના આમરણથી માણેકવાડા ગામને જોડતો મુખ્યમાર્ગ અતિ બિસમાર બની ગયો હોવાની ફરિયાદ સાથે મેહુલભાઈ ગાંભવા સહિતના સ્થાનિક રહીશોએ આજે કલેકટરને આવેદન આપ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ આમરણથી માણેકવાડા ગામ સુધીનો ડામર રોડ હવે સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે.તેથી આ રોડ પર અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે.રોડની એટલી હદે ખરાબ સ્થિતિ થઈ ગઈ છે કે, આ રોડ પર બે વાહનો સામસામે આવી જાય તો એક તરફના માર્ગની નીચેથી બીજા વાહનને પસાર થવું પડે છે.જેથી અકસ્માતની સૌથી વધુ ભીતિ રહે છે જોકે રાત્રીના સમયે અકસ્માતનું પ્રમાણ વધુ રહે છે. રોડનો સંપૂણપણે નાશ થઈ ગયો હોવાથી માર્ગ પર અકસ્માત વધી રહ્યા છે.તેથી આ માર્ગને નવો ડબલપટ્ટીનો બનાવવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text