મોરબી લાયન્સ કલબ દ્વારા રાહત દરે નોટબુક-બોલ પેન વિતરણ થશે

- text


મોરબી: વિશ્વમાં વિશાળ સેવાકીય ક્ષેત્રે પથરાયેલી લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે ત્યારે લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા આવનારા દિવસોમાં જ્યારે વેકેશન ખુલી રહ્યું છે ત્યારે રાહત દરે ચોપડા તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવનાર છે. ચોપડા તેમજ બોલપેન રાહતદરે મેળવવા માટે 2019ના વર્ષની ઓરીજનલ માર્કશીટ બતાવીને વહેલો તે પહેલાના ધોરણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા તેમજ બોલપેન વિતરણ કરવામાં આવશે. જેમાં રૂપિયા 50માં પાંચ ચોપડા તથા પાંચ બોલ પેન તેમજ રૂપિયા 30 માં 20 નંગ બોલપેન આપવામાં આવનાર છે. આ કાર્યમાં સહભાગી થવા તેમજ ડોનેશન આપવા માંગતા દાતાઓએ તુષાર દફ્તરીનો (મોબાઈલ નંબર
9825291313) સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.

- text

મોરબી વિસ્તાર ના સમગ્ર વિદ્યાર્થી ઓ માટે દર વર્ષની જેમ આ વરસે પણ રાહત ભાવે નોટ બુક (ચોપડા)વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16/06/2019ને રવિવારે પી.જી.પટેલ કોમર્સ કોલેજ મહેશ હોટેલ પાસે શનાળા રોડ મોરબી ખાતે સવારે 10:00 વાગ્યાં થી આ કાર્યક્રમ યોજાશે. તો દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને સમયસર આવી ચોપડા મેળવી લેવા આમંત્રિત કરાયા છે.

- text