હળવદમાં આંગણવાડી વર્કર બહેનોને તાલીમ અપાઈ

- text


હળવદ : હળવદ ખાતે આઇ.સી.ડી.એસ હળવદ ઘટક દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શીબીરમા આંગણવાડી વર્કર બહેનોને “ઈલા નંબર નવ”ની તેમજ “મારી વિકાસ યાત્રા” અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાની જુદી-જુદી આંગણવાડીના વર્કર બહેનો હાજર રહ્યા હતા.

- text

રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકો માટે આંગણવાડીઓ થકી બાળકોના વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે હળવદ ખાતે તાલુકાની તેમજ શહેરની આગણવાડી વર્કર બહેનોને તાલીમ આપવા માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને સમતોલ આહાર આપવો, કુપોષિત બાળકોને ખાસ પ્રકારનો સમતોલ આહાર આપવો સહિતની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રમાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણનુ અવલોકન વિશે “મારી વિકાસયાત્રા” દ્વારા સમજણ આપવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાની જુદી જુદી આંગણ વાડીની ૧૨૯ વર્કર બહેનોએ હાજર રહી તાલીમ લીધી હતી. આ તકે સી.ડી.પી.ઓ મમતાબેન રાવલ, સુપરવાઇઝર નેહલબેન જાંમગ, આંકડા અધિકારી એ.એમ સંઘાણી, એન.એન.એમના બાલીશભાઈ વાઘેલા, દુષ્યંતભાઈ સહિતનાઓએ હાજર રહી વિવિધ માર્ગદર્શન આપ્યું હતું

- text