કાલિકા પ્લોટ વિસ્તારમાં પાલિકાએ જાતે કચરાના ગંજ ખડકયા

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા નાલામાંથી તંત્રએ આવનારા ચોમાસાની પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત કચરો સાફ કર્યો હતો. નાલામાંથી સેંકડો ટન કચરો બહાર કાઢીને ત્યાંજ મૂકી દેવાતા આસપાસના સ્થાનિકોમાં આ સ્થળને સત્વરે સાફ કરવાની માંગ ઉઠી છે.
ચોમાસાના દિવસો નજીક છે ત્યારે જો આ કચરાના ગંજ પર વરસાદ પડશે તો કચરો સડીને વધુ દુર્ગંધ ફેલાવશે. વરસાદી પાણી સાથે આ કચરો ફરી પાછો નાલામાં વહી જવાની દહેશત પણ રહેલી છે ત્યારે સ્થાનિકોની વ્યથા સમજી પાલિકાએ આ કચરાના ગંજને તાત્કાલિક આ સ્થળેથી ઉપાડી લેવો જોઈએ એવો ગણગણાટ સ્થાનિકોમાં શરૂ થયો છે.

- text