મોરબી : ભાગીદારોના ત્રાસથી ગુમ થનાર સીરામીક ઉધોગપતિની ઘરવાપસી

- text


તાલુકા પોલીસે ઉધોગપતિનું નિવેદન લઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગપતિ થોડા દિવસો પહેલા ભાગીદારોના ત્રાસથી ઘરબાર છોડીને લાપતા થઈ ગયા હતા. ત્યારે આ ઉધોગપતિએ અચાનક જ આજે ઘરપાવસી કરી હતી. તાલુકા પોલીસે તેમનું નિવેદન નોંધીને તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ આદિનાથ સોસાયટીમાં રહેતા અને મિરેકલ સીરામીક કારખાનું ધરાવતા જયેશભાઇ જ્યંતીભાઈ ફળદુ નામના સીરામીક ઉધોગપતિ ગત તા.14ના રોજ ગુમ થઈ ગયા હતા.જેમાં જયેશભાઇ રફળેશ્વર પાસે પોતાની ગાડી અને મોબાઈલ મૂકીને ડાઇવરને છ પાનાની ચિઠ્ઠી આપીને ક્યાંક ચાલ્યા હતા.તેમણે છ પાનાની ચીઠ્ઠીમાં ભગીદારોના ત્રાસથી કંટાળીને ઘરબારનો ત્યાગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.ચીઠ્ઠીમાં જણાવ્યા મુજબ તેમનું મિરેકલ કારખાનું છેલ્લા કેટલાક મહિનાથી ખોટમાં ચાલતું હતું.આથી તેઓ કારખાનું વેચીને ખોટ સરભર કરવા માંગતા હતા.પરંતુ કારખાનું વેચવા માટે તેમના ભગીદારો સહમત થતા ન હોવાના કારણે તેમના પર આર્થિક બોજ વધી ગયો હતો અને લેણદારો સતત ઉઘરાણી કરતા હોવાથી કંટાળી ગયા હતા .આથી તેમણે કંટાળીને ઘરબાર છોડી દેવાનું મુનાસીબ માન્યું હતું.બાદમાં આ ચિઠ્ઠીના આધારે તેમના ભાઈ વિજયભાઈ ફળદુએ ભગીદારો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમ્યાન ગઈકાલે ઉધોગપતિ જયેશભાઇ પોતાના ઘરે પાછા ફર્યા હતા.જેથી પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.બાદમાં જયેશભાઇ તાલુકા પોલીસ મથકે હાજર થઈને આ અંગે નિવેદન નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે પોલીસની તપાસમાં ભગીદારોનો ત્રાસ કરણભૂત છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે સત્ય બહાર આવશે.

- text