મોરબી નજીક વિદેશી દારૂની ૬ બોટલ સાથે એક ઝડપાયો

- text


અન્ય એક શખ્સનું નામ ખુલતા તાલુકા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો

મોરબી : મોરબી નજીક લખધીરપુર રોડ પર તાલુકા પોલીસે એક શખ્સને ૬ બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર ભરત નવઘણભાઈ ખરગિયા રહે. લીલાપર રોડ વાળાને વિદેશી દારૂની ૬ બોટલ કિંમત રૂ. ૨૨૫૦ સાથે પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમા તેને આ વિદેશી દારૂનો જથ્થો મુનાભાઈ વાલાભાઈ ખરગિયા પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text