મોરબીની હોસ્પીટલો દ્વારા મેડિકલ વેસ્ટનો ટીપર વાનમાં ખુલ્લેઆમ નિકાલ

- text


મેડિકલ વેસ્ટનો અન્ય કચરા સાથે નિકાલ કરવો તમામ જીવો માટે જોખમી : કાર્યવાહીની માંગ

મોરબી : મોરબીની ઘણી હોસ્પીટલો મેડિકલ વેસ્ટનો નગરપાલિકાની ટીપર વાનમાં નિકાલ કરતી હોવાનું સામે આવ્યું છે. તમામ જીવો માટે જોખમી ગણાતા મેડિકલ વેસ્ટના આમ ખુલ્લેઆમ થતા નિકાલ સામે તંત્ર પગલાં લે તેવી માંગ ઉઠી છે.

મોરબીની ઘણી નામાંકિત ગણાતી હોસ્પિટલો દ્વારા ‘મેડિકલ વેસ્ટ’નો નિકાલ ભીનો-સૂકો કચરો એકત્રિત કરતી નગરપાલિકાની ટીપર વાનમાં કરવામાં આવે છે. જેમાં દવા, ઇન્જેક્શનો, લોહી વાળું રૂ તથા વપરાયેલા બાટલાઓ ખુલ્લેઆમ નગરપાલિકાની ટીપર વાનમાં નાખવામાં આવે છે. ખરેખરમાં આ મેડિકલ વેસ્ટનો નિકાલ જે-તે હોસ્પિટલ દ્વારા અલગથી નાશ કરીને નિકાલ કરવાનો હોય છે.પરંતુ તેવું થતું નથી અને મેડિકલ વેસ્ટ વાનમાં જ નખાય છે. ઉલ્લેખનિય છે કે મેડિકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ તમામ જીવો માટે જોખમી હોવા છતાં આ રીતે મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર કડક પગલા ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text