મોરબી : કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતા યુવાનનું ટ્રેન હડફેટે મોત

- text


પીપળીયા ચોકડી પાસે બનેલા બનાવમાં મોબાઈલના આધારે યુવાનની ઓળખ મેળવવા તજવીજ : કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રેનની હડફેટે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. જોકે મૃતક યુવાન કાનમાં હેન્ડ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતો હોય તેને પાછળથી આવતી ટ્રેનનો અવાજ ન સંભળાતા તેનું ટ્રેન હડફેટે મોત થયું હોવાની પ્રાથમિક ચર્ચા થઈ રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલ પીપળીયા ચોકડી પાસેથી આજે પસાર થઈ રહેલી ટ્રેનની હડફેટે એક યુવાન ચડી જતા તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં હજુ સુધી મૃતક યુવાનની ઓળખ મળી નથી .આ બનાવમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આ અજાણ્યો યુવાન કાનમાં હેન્ડ ફ્રી ભરવાની મોબાઈલમાં ગીતો સાંભળતો સાંભળતો રેલવના પાટા પર ચાલી રહ્યો હતો. ત્યારે પાછળથી ધસમસતી આવતી ટ્રેનનો અવાજ ન સભળતા તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો.અને તેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલના તબબકે યુવાનની ઓળખ મળી શકી નથી પણ તેની પાસેથી મળી આવેલા મોબાઈલના આધારે તેની ઓળખ મેળવાની તજવીજ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કાનમાં હેન્ડ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતા અનેક યુવાનોનો ટ્રેન હડફેટે ભોગ લેવાયો હતો. ત્યારે આજે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જોકે રેલવે પાટા પર ચાલીને મોબાઈલમાં ગીતો સાંભળવાનું જોખમી હોવા છતાં કેટલાક યુવાનો જાણે મોતને આમંત્રણ આપતા હોય તેમ આવા કિસ્સા વધી રહ્યા છે. તેથી યુવાનો માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text