મોરબીના ગાંધી ચોંકમાં થયેલા દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ

- text


મોરબી : શહેરના ગાંધી ચોંકમાં ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ આડેધડ ખડકાયેલા દબાણો છે તેવું જાણવા છતાં પાલિકા તંત્ર એ દિશામાં કોઈ કામગીરી કરતું ન હોવાની રાવ વચ્ચે આજે પાલિકા તંત્રે પોલીસ કાફલાને સાથે રાખીને દબાણો દૂર કરવા માટે કવાયત આદરી છે.

સ્થળ પરથી મળતી માહિતી અનુસાર આજે સવારથી પાલિકાનો દબાણ હટાવ વિભાગ સક્રિય થયો છે. ગાંધી ચોંકમાં આવેલ પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા ટીમ મેદાનમાં ઉતરી છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે એસ.પી, ડી.વાય.એસ.પી, એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતની ટીમોનો મસમોટા કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ આદરતા દબાણકર્તાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. પાર્કિંગની જગ્યામાં થયેલા આડેધડ દબાણોને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે આજની કાર્યવાહીથી ગાંધી ચોંકમાં ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હળવી બનશે એવું જણાઈ રહ્યું છે. જોકે બીજી બાજુ દબાણકર્તાઓ થોડા સમય બાદ ફરી પાછું દબાણ ના ખડકી દયે તે પણ તંત્રએ જોવું રહ્યું એવું હાજર રહેલા રાહગીરો જણાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text