દીકરી જન્મના ધામધૂમથી વધામણાં

- text


મોરબી : બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરતા એક કિસ્સામાં દિકરી જન્મના ધામધૂમથી વધામણાં કરવામાં આવ્યા હતા.

 

નિવૃત મામલતદાર એચ.બી.સતાણીના ત્રીજા નંબરના દિકરી ધર્માબેનને ચરાડવા ગામે મનીષભાઈ પ્રજાપતિ સાથે પરણાવેલ છે. ગત તારીખ 30 એપ્રિલના રોજ ધર્માબેનના ઘેર દીકરીનો જન્મ થતા સતાણી પરિવાર તેમજ એમના વેવાઈના પરિવારમાં હર્ષ છવાઈ ગયો હતો. દીકરો દીકરી એક સમાનની વિભાવનામાં વિશ્વાસ રાખતા બંન્ને પરિવારોએ આખા ઘરને દુલ્હનની જેમ શણગાર્યું હતું. દીકરીને સાક્ષાત લક્ષમીનો અવતાર માની નવજાત બાળકીના ગૃહ પ્રવેશને અવિસ્મરણીય બનાવીને સમાજમાં દીકરીઓ માટે ઉચ્ચ વિચાર પ્રસ્થાપિત થાય એવા સંદેશને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text