મોરબીમાં કાકાની હત્યા કરનાર બે ભત્રીજા સહીત ચારની ધરપકડ

- text


ટ્રાવેલ્સ સંચાલકની હત્યાના આરોપીઓને નવલખી ફાટક પાસેથી દબોચી લેવાયા

મોરબી : મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની તલવારના ઘા ઝીંકી હત્યા કરનાર ભત્રીજાઓ સહિતના છ આરોપી ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી. આખરે ચાર આરોપીઓને નવલખી ફાટક નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય જેની બે દિવસ પહેલા વહેલી સવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ થયેલી બઘડાટીમાં અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી. હત્યાના આ બનાવ અંગે અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે. વાવડી રોડ મોરબી વાળાએ બી.ડીવી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા, મુકેશ ભરવાડ, કુમારભાઈ, એક સગીર આરોપી અને એક અજાણ્યો માણસ રહે બધા મોરબી વાળાએ એક સંપ કરી ટીનુભા જાડેજાની હત્યા નીપજાવી છે. જેમાં ફરિયાદીના ડ્રાઈવર ધીમલભાઈએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવી વરના કાર તથા ક્રેંટા કારમાં આવીને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ગાડી ઉપર ફાયરીંગ કરી તેમજ અન્ય આરોપીઓએ તલવાર વડે મરણ જનાર ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાને ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે. આ હત્યા અંગે પોલીસે ગુન્હો નોંધી એલસીબી, એસઓજી અને બી ડીવીઝનની ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી. જેમાં ગત રાત્રીના સમયે નવલખી ફાટક નજીકથી આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે ગ્રીન ચોક, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮) રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬) રહે ત્રાજપર અને એક સગીર વયના આરોપી સહીત ચારને કાર સહિત ઝડપી લઈને અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text