વાંકાનેરના તરકીયા ગામનો શખ્સ પાસા તળે જેલહવાલે

- text


 

વાંકાનેર : પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભુપત દેવશીભાઇ મકવાણા રહે.નારીયેળી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર હાલ રહે.તરકીયા ગામની સીમ, તા.વાંકાનેર જી.મોરબી વાળાને જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે આજરોજ મજકુરને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ કરેલ છે. 

- text