મોરબી જીએસટી કૌભાંડ : ચાર આરોપીઓના ઘરની જડતી, લેપટોપ કબ્જે કરાયુ

- text


આરોપીઓ એક પેઢીની ટર્ન ઓવરની મર્યાદા પૂર્ણ થયે બીજી બોગસ પેઢીનો ઉપયોગ કરતા, રિટર્ન ન ભરીને પેઢીને નિષ્ક્રિય રાખતા હોવાનું પૂછપરછમા ખુલ્યું

મોરબી : મોરબીના ચકચારી બનેલા રૂ. ૧૭ કરોડના જીએસટી ચોરી કૌભાંડમાં પોલીસે આજે ચાર આરોપીઓના ઘરની જડતી લઈને એડવોકેટનું લેપટોપ કબ્જે કર્યું છે. ઉપરાંત આ આ આરોપીઓ એક પેઢીની ટર્ન ઓવરની મર્યાદા પૂર્ણ થયે બીજી બોગસ પેઢીનો ઉપયોગ કરતા હતા. અને રિટર્ન ન ભરીને પેઢીને નિષ્ક્રિય રાખતા હોવાનું પૂછપરછમા ખુલ્યું છે.

મોરબીમાં બોગસ પેઢીઓ બનાવીને રૂ. ૯૮ કરોડના બોગસ બિલો જનરેટ કરી રૂ. ૧૭ કરોડની જીએસટી ચોરી કરવાના પ્રકરણમાં અગાઉ ૮ આરોપીઓ પકડાયા હતા. ત્યારબાદ વધુ ચાર આરોપીઓ મયુર ચતુરભાઇ ઉઘરેજા ઉ.વ.૨૭ ધંધો નોકરી રહે.ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ મોરબી, રવિ મનસુખલાલ ફુલતરીયા ઉ.વ.૨૯ ધંધો વકીલાત રહે.રવાપર રોડ હરિહર નગર-૧,મોરબી , રાકેશ પોપટભાઇ ભાટીયા ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે.બ્લોક નં.૨૦૨ રામપેલેસ, ઓમપાર્ક,રવાપર રોડ, મોરબી, હીરેન્દ્ર ઉર્ફે હીરેન દીનેશભાઇ સાણદીયા ઉ.વ.૨૮ રહે.રવાપર રોડ વેલ્કમ પાર્ટી પ્લોટ સામે શીવમ પેલેસ, મુળ બીલીયા ગામ તા.જી.મોરબીવાળાને એસઓજીની ટીમે પકડી પાડી રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ આદરી છે.

- text

આ ચારેય આરોપીઓના ઘરે પોલીસે જડતી હાથ ધરી હતી. જેમાં વકીલ રવી કુલતરિયાના ઘરેથી પોલીસે લેપટોપ કબ્જે કર્યું છે. આ સાથે ચારેય આરોપીઓના મોબાઈલ પણ કબ્જે કરીને તેના આધારે પોલીસે તપાસ આદરી છે. આ કૌભાંડમાં બોગસ પેઢી ઉભી કર્યા બાદ તે પેઢીની ટર્ન ઓવરની મર્યાદા પૂર્ણ થયા સુધી બેનામી વ્યવહારો કરવામાં આવતા હતા. બાદમાં ટર્ન ઓવરની મર્યાદા પુર્ણ થયે બીજી બોગસ પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉપરાંત રિટર્ન ન ભરીને પેઢીને નિષ્ક્રિય રાખવામાં આવતી હોવાનું પૂછપરછમા ખુલ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text