મોરબીમા દિવ્યાંગ અને સીનીયર સીટીઝનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


ઇવીએમ અને વીવીપેટનું ડેમોસ્ટ્રેશન પણ કરાયુ

મોરબી : લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મોરબી સ્થીત કાઠીયાવાડ નિરાશ્રીત વૃધ્ધાશ્રમ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત દિવ્યાંગ અને સીનીયર સીટીઝનોને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મતદારો માટે ઇ.વી.એમ. અને વી.વી.પેટનું ડેમોસ્ટ્રેશન બતાવી મતદાન અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.આ તકે સ્વીપ નોડલ ઓફીસર અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, પ્રોબેશન ઓફીસર સુનીલ રાઠોડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરસીયા તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text