મોરબી : પોસ્ટ ઉચાપત કેસમાં પોલીસ ખાતાકીય તપાસ કરનાર અધિકારીઓના નિવેદનો લેશે

- text


 

રૂ. ૨.૪૪ લાખનો ગોટાળો કરનાર પોસ્ટ માસ્તરની શોધખોળ હાથ ધરાઈ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ રેલવે સ્ટેશન નજીક આવેલી પી.પી.ડબ્લ્યુ.પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન રુ.2,44,378 રૂપીયાની ઉચાપત કરી હોવાની પોસ્ટ ઇન્સ્પેકટર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી આ ઘટનામાં પોલીસે આરોપી સબ પોસ્ટ માસ્તરની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ જે તે વખતે આરોપીની વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરનાર અધિકારીઓનાં પણ નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.

મોરબીની સામા કાંઠા વિસ્તારની પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ગોવિંદ ખીમજી પરમાર નાંમના સબ પોસ્ટ માસ્તરે ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર 2016 દરમીયાન હિસાબી ગોટાળા કર્યા હોવાની હેડ પોસ્ટ ઓફીસમાં ફરિયાદ થઇ હતી જેના આધારે પોસ્ટ ઇન્સ્પેકટર યોગેશ કનૈયાલાલ જોશી સહિતના 5 આધિકારીઓએ હિસાબની ચકાસણી કરી હતી તપાસ કરતા દિવસના અંતે સરકારી હિસાબની સીલક ૧૧,૩૨,૧૮૪થવી જોઇએ પરંતુ તા.૨૭/૦૯/૨૦૧૬ ના રોજ દિવસના અંતના સરકારી હિસાબે હાથ પર રૂપિયા ૮,૮૭,૮૦૭ બતાવેલ આમ મુળ રકમ કરતા રૂપિયા ૨,૪૪,૩૭૬ સરકારી હિસાબ કરતા ઓછા બતાવી આ સરકારી નાણા પોતાના હાથ પર રાખી આ સરકારી નાણાનો પોતે અંગત ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કર્યાનું સામે આવતા પોસ્ટ ઇન્સ્પેકટરે બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતાં આરોપીની શોધખોળ ચલાવી છે. પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસથી રાજકોટ બદલી પામેલ સબ પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું પણ ખુલ્યું છે. પોલિસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ જે તે વખતે ચકાસણી કરનાર અધિકારીઓનાં પણ નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.

- text