મોરબીમાં જાલી નોટ સાથે પકડાયેલા શખ્સના ઘરેથી પ્રિન્ટર અને કાગળ જપ્ત કરાયા

- text


 

હજુ સુધી કોઈને જાલી નોટ ધાબડી ન હોવાનું શખ્સનું નિવેદન

મોરબી : મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડાયેલા શખ્સની રિમાન્ડ દરમીયાન પોલીસે તેના ઘરેથી પ્રિન્ટર અને કાગળ જપ્ત કર્યા છે. વધુમાં આ શખ્સે અત્યાર સુધીમાં કોઈને આ જાલી નોટ ધાબડી ન હોવાનું નિવેદન પણ આપ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજી ટીમે સેન્ટમેરી સ્કૂલથી આગળ રેલવે પાટાની આગળ મનીષ મંગળભાઈ પટેલ ઉ.વ. ૩૧ રહે. હાલ કૃષ્ણનગર-૨, ગાયત્રીનગર પાસે, વાવડી રોડ, મોરબી મૂળ રહે. સોખડા તા. વિજાપુર જી. મહેસાણાવાળાને ૨ હજારની ૪૦ નંગ અને ૧૦૦ની ૧૦૦ નંગ મળી કુલ રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.

- text

આ શખ્સની રિમાન્ડ દરમિયાન પોલીસે તે જે પ્રિન્ટરની મદદથી જાલી નોટ છાપતો તે પ્રિન્ટર અને કાગળ તેના ઘરે જઈને જપ્ત કર્યા છે. વધુમાં આ શખ્સે પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે તેને અત્યાર સુધીમાં ડુપ્લીકેટ ચલણી નોટ કોઈને આપી નથી.

- text