મોરબી: ડાયાબિટીસ અને બીપી માટે મફત નિદાન કેમ્પ યોજાયો

- text


ડાયાબિટીસ અંગે સમાજમાં જાગૃતિ વધે તે માટેની સમજણ પણ આપવામાં આવી હતી

મોરબી: મોરબીમાં ડિવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલ તારીખ 31ને રવિવારે મોરબીના માધાપર વિસ્તાર અને વાવડી ગામ ખાતે મફત ડાયાબિટીસ અને બીપી નિદાન કમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ડાયાબિટીસ વિશે લોકો જાગૃત થાય તે માટે સમજાવવામાં પણ આવ્યા હતા.

આ કેમ્પનો લાભ એકંદરે 100 જેટલા દર્દીઓએ લીધો હતો. માધાપર મેઈન રોડ પર આવેલા સાર્વજનિક દવાખાનામાં ડો. પ્રિયંકાબેન પટેલે સેવા આપી હતી, જયારે વાવડી ગામમાં ડો. દક્ષાબેન રાઠોડે સેવા આપી હતી. આ સંસ્થા બીમારી અને સ્વચ્છતા અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાય તે માટે કાર્ય કરવા ઈચ્છે છે અને મોરબી જિલ્લાના તમામ નાના મોટા વિસ્તારોમાં એચ આઈ વી, થેલેસેમિયા, ડાયાબિટીસ આ રોગો વિશે જાગૃતિ ફેલાવવાનું તથા તેનાથી બચવાના ઉપાયો અને સ્વચ્છતા વિશે લોક જાગૃતિના કાર્યો કરશે એવું સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ ચૌહાણે જણાવ્યું હતું. સ્થાનિકોએ સંસ્થાના આ કામને બિરદાવ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text