વાંકાનેરના ગુદાખડા ગામે રૂ. ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


દારૂના વેપલા પર તાલુકા પોલીસની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગુદાખડા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. ૨૫ હજારની કિંમતનો ૧૦૩ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

મોરબી જીલ્લામાં ચૂંટણી સમયે દારૂની રેલમછેલ પર બ્રેક લગાવવા માટે વાંકાનેર તાલુકા પોલીસે કમર કસી લીધી છે જેમાં છેલ્લા દસ દિવસમાં વાંકાનેર તાલુકા પોલીસની ટિમ દ્વારા કરવામાં આવી ટીમવર્કની મહેમત રંગ લાવી રહી છે અને લાખો રૂપિયાનો દારૂ કટકે કટકે આરોપીઓ સાથે પકડી પાડયો છે મોટાભાગના કિસ્સામાં આરોપીઓ નાસી જતા હોય છે બાદમાં તેને શોધવા મુશ્કેલ થઈ જાય છે જ્યારે વાંકાનેર તાલુકા પીએસીઆઈ એસ એ ગોહિલ અને પીએસઆઈ નિરાલી એ.શુકલા અને બી.ડી.પરમારની ટિમ દ્વારા પ્રશંસનીય કામગીરી ચાલી રહી છે.

- text

જેમાં મોરબી એસપી કે.બી.વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશી ની સૂચનાથી વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એન.એ.શુક્લાને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે ગુદાખડા ગામેં રહેતા મુકેશ અમરશીભાઈ ચાવડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે જેના આધારે ઘરની તાલસી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ એમેલની ૬૯ નંગ બોટલ અને ૧૮૦ એમેલની ૩૪ નંગ બોટલ એમ કુલ મળી રૂપિયા ૨૫૦૦૦/- ની કિંમતની ૧૦૩ બોટલો નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પીએસીઆઈ એન.એ.શુક્લા અને હેડ.કોન્સ.ધર્મેન્દ્રસિંહ ,મનીષભાઈ અને રાજેશભાઇ એ ઘરના મલિક રાજેશ અમરશીભાઈ ચાવડા ઉ.વ.૩૫ રહે ગુદાખડા તા.વાંકાનેર જી.મોરબી વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text