મોરબીમાં વિદેશી દારૂની ૧૦૭ બોટલ સાથે બે ઝડપાયા, એક ફરાર

- text


મોરબી : હોળી ધુળેટીના તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા માટે મંગાવેલા વિદેશી દારૂના ૧૦૭ બોટલના જથ્થા સાથે બે ઇસમોને મોરબી એલ.સી.બીએ ઝડપી પાડ્યા છે. જ્યારે માલ મોકલનાર ત્રીજા શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બીના પો.ઇન્સ. વી.બી.જાડેજા તેમજ પો.સબ.ઇન્સ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ બુટલેગરો પર ઘોંસ બોલાવવાની કાર્યવાહી દરમ્યાન એલ.સી.બીના પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પંચાસર ચોકડી પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી ઇકો ગાડી નં. GJ 36B 5886 પસાર થતા ગાડી રોકી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 107 બોટલ મળી આવી હતી.

કારમાં સવાર બે ઈસમો વિમલ મૂળજી જાદવ, રહે. વાવડી રોડ, આશાપુરા પાર્ક, મોરબી તથા મુકેશ નારણ કંજારીયા, રહે કૈલાસપાર્ક સોસાયટી, મોરબી વાળાની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂના સપ્લાયરનું નામ ખોલાવતા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામ દુધઈના રહેવાસી ભુપત બાબુ ડાંગરનું નામ સામે આવ્યું હતું. 107 બોટલ દારૂ કિંમત રૂ. 37375 મોબાઈલ નંગ 3 કિંમત રૂ.4000 તથા ઇકો કાર કિંમત રૂ. 1,50000 આમ કુલ મળી રૂ. 1,91375નો મુદ્દામાલ જપ્ત કરી સપ્લાયરને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text