મોરબીના ખાખરાળા ગામના યુવાનો દ્વારા ધુળેટીની પ્રેરણાદાયી ઉજવણી

- text


રંગોત્સવની ઉજવણી બાદ વૃક્ષોને પાણી આપવામાં આવ્યું

મોરબી: મોરબી જિલ્લાના ખાખરાળામાં યુવાનો દ્વારા અનોખી રીતે પ્રેરણાત્મક રીતે ધૂળેટીની એમાં ઉજવણી આવી હતી. જેમાં યુવાનોએ રંગોત્સવ બાદ વૃક્ષોને પાણી આપ્યું હતું.

યુવાનો સવારમાં રંગોથી રમ્યા જેમાં કેસુડાના કુદરતી રંગ એકબીજા પર છાંટી ધુળેટીની મોજમસ્તીથી કરવામાં આવી હતી. આ રંગોત્સવની અનોખી ઉજવણી બાદ યુવાનો દ્વારા સમાજમાં પ્રેરણારૂપ કાર્ય કર્યું, જેમાં બધા યુવાનોએ સાથે મળીને 40 જેટલા વૃક્ષોને પાણી પાયું હતું, તેમજ વૃક્ષને જરૂરી એવી માટી ભરવામાં હતી. ત્યાર પછી ટ્રેક્ટર દ્વારા નિંદામણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામ વચ્ચે આવેલા બગીચામાં સાફ-સફાઈ કરીને સ્વચ્છ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text