મોરબી: ગૌશાળાના લાભાર્થે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

- text


મોરબી: રવાપર રોડ ખાતે આવેલા નરસંગ ટેકરી મંદિર ખાતે તારીખ 5 એપ્રિલને શુક્રવારે જાનવી યોગ અને આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ઉત્તરાખંડની ‘કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા’ના લાભાર્થે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નિદાન કેમ્પમાં ચામડીના રોગો, સોરિયાસીસ, જૂનું ખરજવું, દાદર, સાંધા-ઢીચણ-કમરનો દુખાવો, હાથીપગા, ગેગરિંગ, નસમાં સોજો, નપુંસકતા, અસાધ્ય સ્ત્રીરોગ, વાળની સમસ્યાઓ, અવિકસિત બાળક, માંસપેશીઓના રોગ, પાતળાપણું, મોટાપો, મણકાની ગાદી ઘસાઈ જવી, હૃદયની નસોમાં બ્લોકેજ, અનિદ્રા જેવા અનેક રોગોની સારવાર કરવામાં આવશે. આ કેમ્પનો સમય સવારે 9:00 થી 12:00 તથા સાંજે 3:00 થી 7:00નો રહેશે.આ કેમ્પનો લાભ લેવા માટે કેશવભાઈ ઠોરીયા(9712399990)નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે, કે આ ગૌશાળામાં માંદી, લાચાર, અંધ, વૃદ્ધ તથા ગાયોને કસાઈથી બચાવીને સેવા કરવામાં આવે છે, તથા નંદી જેવા અસહાયની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌશાળા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text