મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના આંટા ફેરા : એક બાઈકની ચોરી  

- text


છ જેટલા ચોરોએ એક કલાક સુધી ફ્લેટોમાં આંટા ફેરા કરી ચોરીના પ્રયાસ કર્યો, લોકો જાગી જતા ભાગ્યા 

મોરબી : મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા ચોરોએ આંટા ફેરા કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કઈ હાથ ન લગતા પાર્કિંગમાંથી એક બાઈકની ઉઠાંતરી કરી ગયા હતા. આ બનાવ બાદ સ્થાનિકોએ પોલીસને અરજી આપી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે

મોરબીમાં ઉનાળો બરોબરનો તપ્યો છે ત્યારે ચોરીના બનાવોમાં પણ વધારો થતો ગયો છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલા જ જેપુરના પૂર્વ સર્પચાના ઘરેથી લખો રૂપિયાની ચોરી થઇ હતી ત્યારે ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલા રામનાથ પાર્કમાં રામતીલક ટાવર અને રામદૂત ટાવરમાં રાત્રીના બે વાગ્યે છ જેટલા ચોરો હથિયારો સાથે ઘુસી એક કલાક સુધી એપાર્ટમેન્ટમાં આંટા ફેરા કરો ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ સફળતા મળી ન હતી. ચોરોના આંટા ફેરા દરમિયાન રહેવાસીઓ જાગી જતા ચોરો નાસી ગયા હતા. જોકે જતા જતા પાર્કિંગમાં પડેલું એક બાઈક લઈ ગયા હતા. આ અંગે સોમનાથ પાર્કના રહેવાસીઓએ બી. ડીવીજન પોલીસને જાણ કરી લેખિત અરજી આપી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી.

- text

- text