23 May : આજે પણ મોરબી જિલ્લામાં તાપમાનનો પારો 45એ પોહચવાની સંભાવના

- text


આજે હવામાન ગરમ અને ભેજવાળુ રહેશે

મોરબી : હવામાન વિભાગ દ્વારા આજ રોજ 23 મેના દિવસે મોરબી જિલ્લામાં હવામાન ગરમ અને ભેજવાળુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અન્ય જિલ્લાઓ કરતાં મોરબી જિલ્લામાં તાપમાન થોડું ઓછું રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તરફથી કરાયેલી આગાહી પ્રમાણે મોરબીમાં આજે પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. જ્યારે રાત્રિના સમયે લઘુતમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેશે.

- text

જોકે આજે મોરબીમાં હિટવેવની શક્યતા ઓછી છે. પણ ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહેશે. વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેશે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, કચ્છ. સાબરકાંઠા, મહેસાણા, સુરત અને વલસાડ જિલ્લામાં આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

- text