મોરબીમાં કાચ તોડ ગેંગનો આતંક : SP રોડ પર પણ ગાડીના કાચ તોડયા 

- text


વાવડી રોડ બાદ એસપી રોડ ઉપર પણ કારનાં કાચ તોડવા મામલે પોલીસમાં ફરિયાદ 

મોરબી : મોરબીમાં કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેમ વાવડી રોડ પર કારના કાચ તોડવાની ઘટના સામે આવ્યા બાદ મોરબીનાં પોશ વિસ્તાર ગણાતા SP રોડ પર પણ કારનાં કાચ તોડયાની ઘટના સામે આવી છે.

મોરબીના SP રોડ પર પ્રથમ હાઈટ્સમાં રહેતા કેવલભાઈ શામજીભાઈ શેરસીયાએએ ડીવીજન પોલીસ સ્ટેશને અરજી કરી જણાવ્યું હતું કે ગત તા. 20-05-2024ના રોજ પોતાની i 20 કાર નંબર GJ 36 L 6703 નંબરની ગાડી પોતાના ફ્લેટની બહાર પાર્ક કરી હતી ત્યારે વેહલી સવારમાં કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરથી ગાડીના આગળ – પાછળ અને ડ્રાઇવર સાઈડના કાચ તોડી નાખ્યા છે. મોરબીમાં કારનાં કાચ તોડતી ગેંગને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

- text

- text