હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક જપ્ત કરતી પોલીસ

- text


ખનીજ ચોરી પર અંકુશ મેળવવા હળવદ પોલીસની કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ખનીજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા અનેકવાર સ્થાનિક થી માંડી ગાંધીનગર સુધીની ટીમોએ કાર્યવાહી કરી છે તેમ છતાં પણ ખનીજ ચોરી બંધ નથી થઈ તે વાત હકીકત છે.તેવામાં ગઈકાલે માનગઢ ગામ નજીક રેતી ચોરી કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં એક હુન્ડાઈ કંપનીનું આર-૧૪૦-એલસી-૯ મોડેલનુ નંબર પ્લેટ વગરનુ હિટાચી તેમજ એક ટ્રક (પાટલો) જીજે-૧૨-વાય-૯૮૮૩ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને વાહનો કબજે કરી પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

- text