મોરબી : ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે જીગરજાન મિત્રોના મોત

- text


રોડના કામ દરમ્યાન રાખેલા ડાઈવર્ઝન ન દેખાતા અકસ્માત સર્જાયો : યુનાઇટેડ જીવદયા ગ્રુપના આ બન્ને સભ્યોના કરુણ મોતથી અરેરાટી

મોરબી : મોરબીના નવલખી રોડ પર હોળીની રાત્રે રક્તરંજીત બન્યો હતો.રોડના કામ માટે રાખેલા ડાઈવર્ઝનન દેખાતા ફૂલસ્પીડે આવતું બાઇક ધૂળના ઢગલા સાથે અથડાતા બે મિત્રોના કરુણ મોત નિપજ્યા હતા,આ બન્ને મિત્રો યુનાઇટેડ જીવદયા ગૃપના સભ્યો હોય તેમના માર્ગ અકસ્માત મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.

આ કરુણ અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા હર્ષ મહેશભાઈ પરમાર ઉ.વ.20 અને તેનો મિત્ર મિત મહેશભાઈ મેરજા (ઉ.વ.20 નરસંગ ટેકરી રવાપર રોડ મોરબી) ગતતા.21ના રોજ હોળીની રાત્રે બે વાગ્યાના આસપાસ ધકાવાળી મેલડી માતાના મંદિરથી નવલખી રોડ તરફ બાઇક પર ફરવા જઈ રહ્યા હતા,તે દરમ્યાન નવલખી રોડ ઉપર રોડનું કામ ચાલુ હોવાથી રાત્રીના અધકારના કારણે ત્યાં રાખેલું ડાઈવર્ઝન ન દેખાતા પુરપાટ ઝડપે આવતું બાઇક ત્યાં રહેલા ધૂળના મોટા ઢગલા સાથે ધડામ દઈને અથડાયું હતું.આ ગમખ્વાર અકસ્માતમાં બને મિત્રો મિત અને હર્ષના વારાફરતી કરુણ મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે બી ડિવિઝન પી.એસ.આઇ. બગડાએ જણાવ્યું હતું કે, આ બને મિત્રોનું બાઇક ફૂલ સ્પીડે આવતું હતું. તેમાંય રાત્રીના અંધકારને કારણે આ ડાઈવર્ઝન ન દેખાતા આ જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો.વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર બન્ને હતભાગી યુવાનો જીગરજાન મિત્રો હતા અને કોલેજમાં અભ્યાસ કરતા હતા. મિત મોરબીમાં અને હર્ષ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. હોળીની રજા હોવાથી હર્ષ મોરબી આવીને હોળીની રાત્રે બન્ને મિત્રો ફરવા જતા હતા ત્યારે અકસ્માતમાં બન્નેના મોત નિપજ્યા હતા. જોકે આ બન્ને મિત્રો યુનાઇટેડ યુથ જીવદયા ગુપ સાથે સંકળાયને સેવા પ્રવૃત્તિ કરતા હતા.આ બન્ને સભ્યોના અકસ્માતમાં મોત થતા ગમગીની વ્યાપી ગઈ છે.આ બનાવ અંગે યશ અરવિદભાઈ કાવરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text