મોરબી : રિઝોન લેમીનેટ દ્વારા ટીંબડી પ્રા. શાળામાં સ્કૂલ બેગ કિટનુ વિતરણ

મોરબી : મોરબી તાલુકાની ટીંબડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૧૮ વિદ્યાર્થીઓને રિઝોન લેમીનેટ દ્વારા સ્કૂલબેગ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિઝોન લેમીનેટના નિલેશભાઈ બોડા અને મહેશભાઈ બોડા દ્વારા ટીંબડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળાના કુલ ૨૧૮ વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની સ્કૂલબેગ અને પેડ આપવામા આવ્યા હતા. આ સેવાકાર્ય બદલ બન્ને દાતાઓનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en