મોરબી : દિવંગત વડીલની ઉત્તરક્રિયામાં પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી અપાશે

- text


દિવંગત વડીલની શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં રક્તદાન શિબિર અને સ્વાઈનફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાશે

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલાને પગલે દેશભરમાં શહીદોને વિવિધરૂપે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.ત્યારે મોરબીના બોરસણીયા પરિવારના જૈફવયના દિવંગત વડીલના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં સંતવાણી તેમજ રક્તદાન શિબિર અને સ્વાઈનફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાશે

- text

મોરબીમાં રહેતા બોરસણીયા પરિવારના વડીલ ભગવાનજીભાઈ મોહનલાલ બોરસણીયા ઉ.વ.84નું તા.16 ફ્રેબ્રુઆરીએ અવસાન થયું હતું.ત્યારે તેમના પુત્રો રમેશભાઈ, ગીરીશભાઈ, ડો.જયેશભાઈ, સહિતના પરિવારના સભ્યોઓ દ્રારા દિવંગત પિતાની શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો યોજીને પુલાવાના શહીદોને શ્રદ્ધાંજલી અપર્ણ કરવામાં આવશે.તા.26ને મંગળવારે રાતે 9 વાગ્યે તેમના નિવાસસ્થાન આશાપાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે પિતૃ શ્રધ્ધાંજલીનો સંતવાણીનો કાર્યક્રમ પુલવાના શહીદોના લાભાર્થે યોજાશે.તેમજ તા.27ના રોજ બુધવારે રક્તદાન શિબિર અને સ્વાઈનફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાશે.જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text