મોરબી : છેલ્લા 5 વર્ષમાં 10 નવી ઈંગ્લીશ શાળા ખુલી છતાં માતૃભાષાનું ગૌરવ યથાવત

- text


મોરબી : હાલના ડિજીટલ યુગમાં ઈંગ્લીશ ભાષામાં શિક્ષણ મેળવવાનો કેઝ ઉતરોતર વધી રહ્યો છે.પરંતુ મોરબીમાં હજુ માતૃભાષા શિક્ષણ મેળવવાનું ગૌરવ જળવાય રહ્યું છે. જેમાં મોરબી અને ટંકારમાં છેલ્લા 5 વર્ષમાં 10 નવી ઈંગ્લીશ માધ્યમની ખાનગી શાળાઓ ખુલી છે.પરંતુ આ શાળાઓમાં હજુ વિધાર્થીઓની જોઈએ તેટલી સંખ્યા નથી અને માતૃભાષા માટે બીજી ગોરવરૂપ બાબત એ છે કે હજુ સુધી મોરબીમાં એક પણ સરકારી ઈંગ્લીશ માધ્યમની શાળા ખુલી નથી

- text

મોરબીમાં ઈંગ્લીશ ભાષાના શિક્ષણ સામે હજુ સુધી માતૃભાષાનું શિક્ષણનું વર્ચસ્વ વધુ છે એ બાબતની સાબિતી ખુદ સરકારી આંકડા ગવાહી આપી રહ્યા છે. જેમાં મોરબીમાં છેલ્લા પાંચ વર્ષમા 7 અને ટંકારામાં 3 નવી ઈંગ્લીશ માધ્યમની ખાનગી શાળા શરૂ થઈ છે. મોરબીની 7 સ્કૂલમાં 1158 અને ટંકારાની ત્રણ સ્કૂલમાં 315 મળીને કુલ 1473 વિધાર્થીઓ અગેજી શિક્ષણ મેળવે છે. આ સાથે મોરબી જિલ્લામાં 25 જેટલી ઈંગ્લીશ મીડિયમની શાળા છે જેમાં અંદાજિત પ હજાર વિધાર્થીઓ અંગ્રેજી શિક્ષણ મેળવે છે. એની સામે માતૃભાષામાં શિક્ષણ મેળવવાનું પ્રમાણ હજુ ઊંચું છે જેમાં મોરબીમાં સરકારી ખાનગી મળીને કુલ આશરે 800 જેટલી ગુજરાતી ભાષામાં શિક્ષણ આપતી શાળાઓ છે અને 1 લાખને 55 હજાર બાળકો માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે માતૃભાષાના શિક્ષણને ટકાવવી રાખવા માટે એક સારી બાબત એ છે મોરબી જિલ્લામાં એક પણ સરકારી ઈંગ્લીશ મીડીયમની શાળા નથી. બે વર્ષ પહેલાં વાંકાનેરમાં સરકારી નવી ઈંગ્લીશ શાળા ખોલી હતી પરંતુ બાળકોની સંખ્યા ન થતા એનું બાળમરણ થયું હતું. જોકે હમણાં જ નવી બે નેશનલ લેવલની મોટી ઈંગ્લીશ શાળા પ્રવેશી છે. અને હજું પણ નવી ખાનગી શાળાઓ ખુલવાની તૈયારી થતી હોવાથી ભવિષ્યમાં માતૃભાષાના અસ્તિત્વ સામે જોખમ છે ખરું.

- text