ખાખરેચી ગામે રક્તદાનરૂપી શહીદોને શ્રદ્ધાંજલી અપર્ણ કરાઈ

- text


મોરબી : માળિયાના ખાખરેચી ગામે ગ્રામજનોએ શહીદોને સ્ક્તદાન રૂપી શ્રદ્ધજલી અપર્ણ કરી હતી.ઉપરાંત મૌનરેલી કાઢી વૃક્ષારોપણ કરીને શહીદોની વીરગતિને કોટિકોટી નમન કર્યા હતા.

માળીયાના ખાખરેચી ગામે ગ્રામજનો દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના શહીદ થયેલા ભરતમાતાના વીર સપૂતોને લોક ઉપયોગી કર્યો કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગામના દરેક યુવાનોએ શહીદ સૈનિકો પાછળ એક બોટલ રક્તદાન કર્યું હતું તેમજ એક વૃક્ષ શહીદોના નામે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત સમસ્ત ગ્રામજનોએ મૌનરેલી કાઢીને શહીદોને અશ્રુભરી અંજલિ આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text