મોરબીના માણેકવાડા પાસે ચાલુ રિક્ષાએ નીચે પડી જતા પેસેન્જરને ઇજા

- text


રિક્ષાચાલક સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાતો ગુનો

મોરબી : મોરબીના માણેકવાડા ગામ પાસે ચાલુ સીએનજી રિક્ષાએ પડી જતા મુસાફરને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામ પાસે સીએનજી રીક્ષા નં. જીજે ૨૩ યુ ૪૧૯૭ના ચાલકે પુરપાટ ઝડપે રીક્ષા ચલાવીને રોદો તારવવા કાવો માર્યો હતો. જેના કારણે પાછળ બેઠેલા વિજયભાઈને ચાલુ રિક્ષાએ નીચે પડી ગયા જતા તેઓને ઇજાઓ પહોંચી હતી. ઘટના સંદર્ભે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરના ભાઈ શાંતિલાલ બચુભાઇ મૂછડિયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text