મોરબીના માનસર ગામે ચાર શખ્સો પાઇપ અને લાકડી વડે યુવક પર તૂટી પડ્યા

- text


હુમલો કરનાર ચારેય શખ્સ સામે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના માનસર ગામે ચાર શખ્સો યુવક પર લાકડી અને પાઇપ લઈને તૂટી પડતા યુવકને ઇજાઓ પહોંચી હતી. આ મામલે તાલુકા પોલિસમા ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના માનસર ગામે રહેતા પ્રવીણભાઈ શિવાભાઈ પંસારા ઉપર સોમા રામશીભાઈ પંસારા, મુકેશ રામશીભાઈ પંસારા, મહેન્દ્ર રામશીભાઈ પંસારા અને કિરીટ રામશીભાઈ પંસારાએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે પ્રવીણભાઇએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે હુમલો કરનારની પત્ની ચાર માસ પૂર્વે તેઓના ભાઈ સાથે ચાલ્યા ગયેલ હોય જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

- text

આ હુમલામાં પ્રવિણભાઈને ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text